Monday, October 7, 2024
HomeGujaratમોરબીમાં બાઈક, ટેક્ટર વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત સહિત બે અપમૃત્યુના બનાવો નોંધાયા

મોરબીમાં બાઈક, ટેક્ટર વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત સહિત બે અપમૃત્યુના બનાવો નોંધાયા

મોરબી પંથકમાં આજે અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં નવલખી રોડ પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું છે જયારે મુનગરમાં રમતી ચાર વર્ષની બાળકી અકસ્માતે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના નવલખી રોડ પર આવેલ રોકડીયા હનુમાન મંદિર નજીકથી રમેશભાઇ મેધજીભાઇ સોરીયા (ઉ.વ.૩૫) બાઈક નંબર GJ-03-EG-4084 લઈ પસાર થઈ રહ્યા હતા.આ દરમિયાન રોડની સાઇડના રસ્તા પરથી ટ્રેકટર નંબર GJ-09-H-7039 ના ચાલકે બેફામ સ્પીડે ટેક્ટર ચલાવી બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક રમેશનભાઇને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. આ ગોઝારી ઘટનામાં રમેશભાઇનું મોત નિપજતા પરિવારમાં રોકકળાટ ફેલાયો છે. બીજી તરફ ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જી ટેક્ટર મૂકી નાસી જતા મૃતકના ભાઈએ ટેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને પગલે વધુ તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુના અન્ય એક બનાવમાં મોરબી શહેરના મુનગર વિસ્તારમા શીતલા ચિંતામાણી (ઉ.વ.૦૪)પોતાના ધરે દિવાલ પર રમતી હતી આ દરમિયાન રમતા રમતા અકસ્માતે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જે ઇજા જીવલેણ નિવડતા તેનું મૃત્યુ થયું હતું. મોત અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!