મોરબી ટ્રક-ટ્રાન્સપોર્ટ અસોસિએશનના ઓફિસનું ઉદ્ઘાટન
ટ્રાન્સપોર્ટ-અસોસિએશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ વાસણભાઇ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું.
જે પ્રસંગે રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઇ આ ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, ઉદ્ઘાટન ઉપરાંત અખિલ ગુજરાત ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિ.ની કારોબારી પણ યોજાઈ હતી,
વધુમાં વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે કોરોના કાળમાં લોકો સુધી જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓ ટ્રાન્સપોર્ટ અને ડ્રાઈવરોએ પહોંચાડી હતી જે કામગીરીને બિરદાવવા માટે કારોબારીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત કેન્દ્ર સરકારની સ્ક્રેપ-પોલીસીના પણ વખાણ કરી પ્રદુષણ રોકવા સરકાર ચિંતા કરતી હોય અને યોગ્ય કદમો ઉઠાવતી હોવાનું જણાવ્યું હતું,
જયારે રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ જણાવ્યું હતું કે વાસણભાઇએ ટ્રાન્સપોર્ટ વ્યવસાયના વિકાસ માટે સાર્થક કદમો ઉઠાવ્યા છે, અને મોરબી સિરામિક ઉદ્યોગના વખાણ કરીને રાજસ્થાનથી રો-મટિરિયલ્સ આવતા હોય જેનું ટ્રાન્સપોર્ટેશન મોટા પાયે થતું હોય જેને કારણે રાજસ્થાનનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય મોરબીના સિરામિક ઉદ્યોગને કારણે વધુ વિકસ્યો હોવાનું જણાવ્યું હતું.