Wednesday, January 22, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં પાંચ બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં પાંચ બનાવો

મોરબી તાલુકાનાં જેતપર ગામે વૃદ્ધાએ જાત જલાવી, સારવાર દરમ્યાન મોત

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જયાબેન મોહનભાઈ મકવાણા (ઉં.વ.૭૦) નામનાં વૃદ્ધાએ ગત તા.૯ ના રોજ પોતાના ઘરે જાત જલાવી લેતા તેણીને સારવાર અર્થે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બર્ન્સ વોર્ડમાં સારવાર દરમ્યાન ગત તા.૧૦ ના રોજ તેણીનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : એમપીની બસ આવે ત્યારે ઉઠાડજે કહી સુતેલા શ્રમિકનું મોત

મુળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા એકાદ માસથી મોરબી જીલ્લામાં કડિયા કામની મજુરી કામ અર્થે આવેલ સંતોષભાઈ બાબુભાઈ પવારને કમળો થઇ જતા ગત તા.૧૪ના અણીયારી-માળિયા રોડથી એમપી જવા નીકળેલ અને ઘરે આવવા માટે નીકળેલ અને ગત તા.૧૫ ના પાવડીયારી કેનાલ પાસે આવેલ શાક માર્કેટમાં આવેલ સિંગ દારિયાની દુકાન વાળાને કહેલ કે મારી તબિયત બરાબર નથી મને કમળો થઇ ગયેલ છે મારે એમપી જવું છે એમપીની બસ આવે ત્યારે મને ઉઠાડજે તેમ કહી સુઈ ગયેલ બાદમાં જાગેલ ન હોય અને મૃત્યુ પામેલ હોય. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયા(મી.) : ખાખરેચી ગામે નદીમાં ન્હાવા પડેલ યુવાનનું પથ્થર વાગતા મોત

માળિયા(મી.)ના ખાખરેચી ગામે રહેતો સોંડાભાઈ ચનાભાઈ પાટડીયા (ઉ.વ૨૨) નામનો યુવાન પોતાના ગામમાં નદીમાં ન્હાવા પડતા છાતીમાં તથા ગળાના ભાગે પથ્થર વાગતા ઈજા થતા તેને સારવાર અર્થે પ્રથમ ખાખરેચી બાદમાં મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય જ્યાં ગત તા. ૬ ના રોજ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે માળિયા(મી.) પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા : સરાયા ગામે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત

ટંકારાના સરાયા ગામે સ્લોગન કંપનીમાં રહેતા રમેશભાઈ ઠાકોરસિંગ શિંગાળ (ઉ.વ.૨૫) નામનાં યુવાનને ગત તા. ૬ ના રોજ સાંજે ચારેક વાગ્યે કંપનીમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા તેને પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન ગત તા. ૯ ના રોજ તેનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ : પત્નીનાં મૃત્યુ બાદ બાળકોનાં ટેન્શનમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

હળવદના જુના વેગડવાવ ગામે રહેતા ડુંગરભાઈ ઉર્ફે સિધાભાઇ રણછોડભાઇ જખવાડીયા (ઉ.વ.૪૨) એ ગઈકાલે તા.૧૬ ના રોજ એક દોઢ વાગ્યાના અરસામા વેગડવાવ ગામની સિમમા આવેલ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પત્નિનું અગાઉ અવસાન થયું હોય અને છોકરાઓ નાના હોય જેથી મૃતક ટેન્શનમા રહેતો હોય ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!