Friday, September 20, 2024
HomeGujaratઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા અનોખી રીતે ક્લબ મેમ્બરના જન્મદિવસની ઉજવણી કરવામાં...

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા અનોખી રીતે ક્લબ મેમ્બરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

આજના ભૌતિક સુખ-સગવડોમાં મહાલતો માનવી માત્ર પોતાના સુખની જ ચિંતા કરતો હોય છે. તેવા સંજોગોમાં એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે. ત્યારે ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા અનોખી રીતે ક્લબ મેમ્બરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ક્લબ વાઈસ પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાના જન્મદિવસ પર “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત 51 વૃક્ષોનું ક્લબ મેમ્બર્સના હાથે પોતાની માતાના ફોટા સાથે વૃક્ષારોપણ સીટી ડિસ્પેન્સરી, વીસી ફાટક પાસે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં મોટી સંખ્યામાં મેમ્બર્સએ હાજરી આપી હતી. સાથે મોરબીના આઈ.એમ.એ પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢીયા, ડો.દુધરેજીયા સાહેબ (સિવિલ હોસ્પિટલ) તેમજ અન્ય અગ્રગણ્ય ડોક્ટરોએ પણ આ પ્રોગ્રામમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. આ કાર્યક્રમને વાંચા આપતા સંસદ પરસોત્તમ રૂપાલા તેમજ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ પોતાના માતાના ફોટો સાથે તેમની યાદમાં વૃક્ષનું વાવેતર કરીને પ્રોજેક્ટને બીરદાવ્યો હતો. આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ અને નેશનલ હોદ્દેદાર શોભાનાબા ઝાલાએ હાજર સર્વે મહેમાનોનો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!