મોરબી જિલ્લાને ફાળવેલ સરકારી મેડિકલ કોલેજ અન્ય શહેરને ફાળવી મોરબીના પ્રજાજનો સાથે અન્યાય કરાયો હોવાથી આ ઠરાવ રદ કરવા અને મોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે જેમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લા ને આરોગ્ય ક્ષેત્રે સ્વાલંબી બનાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલી સ્પોન્સડ સ્કીમ અન્વયે મોરબી શહેરમાં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાની ગુજરાત વિધાન સભામાં તત્કાલિન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી જેમાં વાહ વાહી લૂંટી લીધી હતી કેમ કે મોરબીમાં વરસ ૧૯૮૫ થી ૧૯૯૦ ના સમયમાં તત્કાલિન આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલ દ્વારા હોસ્પિટલનું નિર્માણ થયેલ ત્યાર બાદ આજ સુધી આરોગ્ય લક્ષી સુવિઘા અપાઈ નથી. હાલ મોરબી જિલ્લા માટે સરકારી મેડિકલ કોલેજ ની જાહેરાત કરેલ પરંતુ તા.25 જાન્યુઆરીના ઠરાવથી ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજને બદલે ખાનગી સંસ્થાને મેડિકલ કોલેજનું સંચાલન મળે તેવો બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા નિર્ણય કરી મોરબીને બદલે તાપી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાનો નિર્ણય કરતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને અને જનતાને ભવિષ્યમાં મોટો અન્યાય થયો છે જાણવા પ્રમાણે ગિબ્સન મિડલ સ્કૂલમાં આગામી વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવનાર હતી પરંતુ છેલ્લી ઘડીએ રદ્દ કરી મોરબી જિલ્લાને વધુ એક હળહળતો અન્યાય થયો છે. આથી આં નિર્ણય બદલીને મોરબી જિલ્લાને ખાનગી કોલેજ નહિ પણ સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિ ભાઈ પટેલે રજુઆત કરી છે.