સાહસ,નીડરતા અને પ્રેમાળ સર્વગુણ સંપન્ન અધિકારી આર. ડી.ઝાલા ની કામગીરી અને કાર્યશૈલીને આજે વર્ષો પછી પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ હજુ પણ ઉદાહરણ રૂપે જોઈને પ્રેરણા મેળવે છે.તેમનુ આજે નિધન થતા ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ સોશિયલ મીડિયા મારફતે શોક પ્રગટ કર્યો છે
પોલીસ એટલે આમ તો દરેક યુવાન નુ સ્વપ્ન હોય છે પરંતુ એ સ્વપ્ન ને પામીને પછી શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની ખાસ સમજ હોવી જરૂરી છે અને ગુજરાત પોલીસના એવા ઘણા અધિકારીઓ કર્મચારીઓ છે જે આજે આપની વચ્ચે નથી પરંતુ તેના સાહસ અને સુજ બુજ અને ઈમાનદારીની કિસ્સાઓને હાલના પોલીસ અધિકારીઓ પણ બિરદાવે છે. .
એવા જ એક રિતાયરદ અધિકારી આઇપીએસ આર.ડી.ઝાલા નુ આજે નિધન થયું છે અને સમગ્ર ગુજરાતના પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો છે સાથે જ પોલીસ બેડા એ એક સારા સલાહકાર ગુમાવ્યા છે .હા સલાહકાર શબ્દ એટલે વાપર્યો છે કેમ કે તેઓ રિતાયેડ થયા પછી પણ ઘના કેસોમાં તેમની સલાહ કે મદદ લેવામાં આવતી હતી અને એ મદદ તે કોઈ પણ સ્વાર્થ વગર કરતા અને તેમની થીયરી મુજબ તપાસ થાય એટલે ગમે તેવા કેસ નો ઉકેલ પાકો જ હોય એવો પોલીસ બેડાને પણ તેમના પર વિશ્વાસ હતો.
આર. ડી.ઝાલા નો જન્મ ભાવનગર માં થયો હતો તેમના પિતાશ્રી દિલીપસિંહ ઝાલા ભાવનગર સ્ટેટ સાથે કામ કરતા હતા.આઇપીએસ આર. ડી.ઝાલા જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર એક હતા ત્યારે પોલીસ સર્વિસ માં ડીવાયએસપી તરીકે જોડાયા હતા.અને સમયાંતરે પ્રમોશન પામીને તેઓ આઇપીએસ બનીને નિવૃત્ત થયા હતા.તેમની નોકરી દરમિયાન અનેક ખૂંખાર ગુનેગારોને કે જેને શોધવા પણ મુશ્કેલ હોય તેવા ગુનેગારોને તેઓએ ધૂળ ચાટતા કરી દીધા હતા.તેમજ કોમી તોફાનો માં પણ તેમની કામગીરી ને રાજયસરકાર એ પણ વખાણી હતી ચાલો એ તો રહી સરકારની વાત પરંતુ જ્યા તોફાન થાય છે ત્યાં બંન્ને તરફના લોકો જ્યારે આ આ અધિકારી ના વખાણ કરે એ ખુબ મહત્વની વાત છે કેમ કે તોફાનોમાં બન્ને પક્ષ ને પોતાના એક પર કાર્યવાહી થાય છે તેવું ન લાગવા દેવું એ ખુબજ મહત્વનું અને અતિશય પડકારજનક કામ છે પરંતુ આર ડી ઝાલા તેમાંથી પણ પર ઉતર્યા.ગોધરા માંથી તેઓ રીટાયર્ડ થયા ત્યારે તેમનો બહુમાન સમારોહ રાખવામાં આવ્યો હતો અને આ સમારોહ માં ગુજરાતના તમામ ઉચ્ચ સ્તરના અધિકારીઓ હાજર હતા .તેમજ એ પછી પણ એક મહિના સુધી ગોધરામાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમનો બહુમાન કરવામાં આવ્યું અને તમામ બહુમાન ન થયા ત્યાં સુધી તેઓ ગોધરા છોડીને ગયા નહોતા કેમ કે કોઈને ખોટું લાગે એવું તેઓએ કોઈ દિવસ કર્યું નથી.અને ગોધરાના લોકોએ ત્યાં સુધી વાત કરી કે તમે રીટાયર્ડ થઈને પણ અહીં ગોધરામાં જ રહો .પરંતુ તેઓ પોતાના વતન જવા માંગતા હતા.
અંતે તેઓ પોતાના વતન પરત ફર્યા અને રિટાયર્ડ થયાના ૧૩ વર્ષ પછી વર્ષ તેઓની એક કેસ ઉકેલવામાં મદદ લેવામાં.આવી હતી જેમાં ગીર ના એશિયાટિક સિંહ નો શિકાર કરવાનો મામલો સામે આવ્યો હતો અને ઘણી મથામણ છતાં તેનો ઉકેલ મળતો ન હતો તેમાં તેઓની મદદ માંગવામાં આવી અને તેઓ રિટાયરમેન્ટ ના ૧૩ વર્ષ પછી પણ અડીખમ ઊભા રહ્યા અને તેમની આગવી કોઠસૂઝ થી તે કેસ ઉકેલી પણ નાખ્યો એટલે આવા કેટ કેટલા દાખલાઓ છે.જેને પોલીસ બેડામાં ઉદાહરણ રૂપે આપવામાં આવે છે.
એવા બાહોશ નીડર અને સાહસિક જાંબાઝ અને પ્રેમાળ સર્વગુણ સંપન્ન આઇપીએસ અધિકારી આર.ડી.ઝાલા નુ આજે નિધન થતા તેમનો ખૂબ જ મોટો ચાહક વર્ગ માં દુઃખ ની લાગણી પ્રસરી છે અને મોરબી મીરર પણ સ્વ.શ્રી આર ડી.ઝાલા સાહેબને ભાવપૂર્ણ શ્રધાંજલિ અર્પણ કરે છે.