વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા દ્વારા પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ટંકારા ખાતે આવેલ ઓરપેટ કન્યા વિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી કોલેજના પ્રાધ્યાપિકા ડૉ. નયનાબેન ભાલોડિયા, મોરબી મહિલા પોલીસ સ્ટેશનના PI લગધીરકા મેડમ તથા મોરબી ઉમિયા મહિલા સમિતિના મંત્રી રીનાબેન ભાલોડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા શાળા દ્વારા દીકરીઓનાં મમ્મી અને દાદી માટે રમતોનું આયોજન કરેલ હતું. તેનાથી તેઓ પણ પોતાના શાળાના દિવસોને યાદ કરવા લાગ્યા હતા. દીકરીઓનાં મમ્મી અને દાદીએ પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. શાળા પરિવાર અને ટ્રસ્ટ પરિવારના ટ્રસ્ટીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.