મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ પારેખ શેરીમાં એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર ખડકી દેવાતા આ નુકશાનકારક ટાવર હટાવવા અંગે સામાજિક કાર્યકરો દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા અને અશોકભાઈ ખરસરીયા દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરતાં જણાવ્યું છે કે પારેખ શેરી ગૌરાંગ શેરીમાં પ્રતિમા એપાર્ટમેન્ટ આવેલ છે જેના પર મોબાઈલ ટાવર નાખેલ છે જેની મંજુરી લીધેલ છે કે નહિ ? જો મંજુરી આપી હોય તો મંજુરી કોણે આપી અને કોના દ્વારા અપાઈ છે? તેવા સવાલો કર્યા છે ટાવર માંથી રેડીએશન થાય છે જેથી નાના બાળકો, અબાલ વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને શરીરના જુદા જુદા અંગોમાં અસર કરે છે માટે આ અંગે યોગ્ય તપાસ કરવા સામાજિક કાર્યકરોએ અરજ કરી છે
આ ઉપરાંત અનેક જગ્યાઓએ ટાવર નાખેલ છે જેની મંજુરી આપી છે કે નહિ તેની યોગ્ય તપાસ કરવા જણાવ્યું છે ચાર માળની બિલ્ડીંગ પર ત્રણ ત્રણ ટાવર ફીટ કરેલ છે અને આજુબાજુ ગીચ વસ્તી હોય જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે જેથી જો ગેરકાયદેસર ટાવર હોય તો હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.