રાજ્યમાં સત્તા પક્ષમાં હોય એટલે જેટલો પાવર સત્તા ધીશો માં ના હોય એમાંથી વધુ પાવર આજુબાજુના ફરતા અને પોતાની જાતને આગેવાનો ગણાવતા લોકોમાં હોય છે એટલે ના તો તેને કાયદાનો ડર રહે છે અને ના તો કોઈ અધિકારી નો પરંતુ રાજકોટ રેન્જ માં ડીઆઇજી નિર્લિપ્ત રાય આવ્યા બાદ સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે કેમ કે રાજકોટ રેન્જ ના તમામ જિલ્લાઓમાં સત્તાધીશ ના નજીકના હોય કે સામાન્ય માણસ કાયદા બધા માટે સરખા છે તેવું ડીઆઇજી નિર્લિપ્ત રાય દ્વારા પ્રથમ મુલાકાતે જ તમામ જિલ્લામાં જઈને અધિકારીઓને સ્પષ્ટ પણે જણાવી દેવામાં આવ્યું હતું અને ગમે તે હોય જો તે ગુનેગાર છે તો કાયદાની કોઈ બારી કે અધિકારી બચાવી શકશે નહીં અને જો બચાવશે તો તેની ખેર નથી.
આવા જ એક બનાવ માં મોરબી ના વાંકાનેર પોલીસ મથકમાં આવતા બે કરોડના દારૂના કેસમાં ફરાર ભાજપ કોર્પોરેટરના પુત્રની ધરપકડ રાજકોટ રેન્જની ટીમ દ્વારા કરવામાં આવી છે.
મોરબીના વાંકાનેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 કરોડના દારૂ પ્રકરણમાં જામનગર કોર્પોરેશનના ભાજપના મહિલા કોર્પોરેટર નો પુત્ર હિતેષ ઉર્ફે વાંગો વોન્ટેડ હતો અને સ્થાનિક પોલીસ ને મળતો નહોતો પરંતુ રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાયની ટીમે વોચ ગોઠવી ચોટીલા હાઇવે પરથી બે કરોડના દારૂના ગુનાના વોન્ટેડ અને કુખ્યાત આરોપી હિતેશ ઉર્ફે વાંગા ની ધરપકડ કરી વાંકાનેર પોલીસને સોંપી દીધો હતો કુખ્યાત હિતેષ ઉર્ફે વાંગા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાતક મારામારી તેમજ મોટા પાયે દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સહિતના કુલ 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
તો બીજી બાજુ હળવદ પીઆઇ આર ટી વ્યાસની ટીમે પણ હળવદ ના ટીકર ગામમાં 19 મે ના રોજ દરોડો પાડી 600 લિટર દેશી દારૂ પકડી સુનિલ થરેસા ની ધરપકડ કરાઈ હતી જ્યારે ગામના સરપંચના પતિ અને ભાજપ આગેવાન રજની પટેલ નું નામ સામે આવતા તેની સામે પણ પોલીસે લાલ આંખ કરી હતી ઉલ્લેખનીય છે કે વોન્ટેડ દરમ્યાન દેશી દારૂનો આરોપી રજની પટેલ રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાની ઓફિસમાં બેઠો હોય તેવો વીડિયો કાંતિ ના ઑફિશિયલ એકાઉન્ટ અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો પરંતુ મંત્રી કાંતિ અમૃતિયા ને ક્યાં ખબર હતી કે આ સામે બેઠેલો દેશી દારૂનો વોન્ટેડ આરોપી છે સમગ્ર મામલો મીડિયામાં છવાયા બાદ આરોપી રજની પટેલની હળવદ પોલીસે તત્કાલ ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બન્ને કિસ્સા તો ફક્ત મોરબીના જ છે પરંતુ આખી રાજકોટ રેન્જમાં ફક્ત એક અધિકારી ના ખૌફ થી તમામ ગુનેગારો પી પી કરી ગયા છે એ વાત કહેવામાં જરા પણ અતિસંયોક્તિ નથી અને સામાન્ય માણસ અમે વેપારીઓ પણ હવે કહે છે કે જો અમને ખોટી રીતે હેરાન ના કરતા નહીં તો અમે નિર્લિપ્ત રાય સાહેબ પાસે રજુઆત કરવા જઈશું રાજકોટ રેન્જ ના જુદા જુદા જિલ્લાના કેટલાય નાના માણસો જાહેરમાં નથી કહેતા પરંતુ ડીઆઇજી નિર્લિપ્ત સાહેબ આગમન થી જ ઘણા લોકો સાજા થઈ ગયા છે.






