અવિરત મેઘમહેરને પગલે મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ ૧ ડેમમાં નવા નીરની આવક થતા મચ્છુ સિંચાઇ વિભાગ દ્વારા નવા નિરને વધાવવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ઉપરવાસમાં સારા વરસાદને લીધે મોરબીના મચ્છુ ડેમમાં પાણીની આવક થઈ છે જેને પગલે ડેમ હાલ ૯૦ ટકા ભરાઈ ગયો છે. મચ્છુ ૧ ડેમ પૂર્ણ સપાટી ભરાતાં મચ્છુ સિંચાઇ વિભાગ દ્વારા નવા પાણી ફૂલ હાલ પધરાવી નિરના વધામણાં કરવામાં આવ્યા હતા આ અવસરે મોરબી મચ્છુ સિંચાઇ વિભાગના એકઝીક્યુટિવ એન્જીનીયર એ. એલ. સાવલિયા, ડેપ્યુટી એકઝીક્યુટિવ એન્જીનીયર એવી. એસ. ભોરણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.