Wednesday, January 15, 2025
HomeGujaratઆપનો ઈ-મેમો બાકી છે? તો હવે ચેતી જજો: ઇ મેમો નહિ ભરનાર...

આપનો ઈ-મેમો બાકી છે? તો હવે ચેતી જજો: ઇ મેમો નહિ ભરનાર સામે મોરબી પોલીસ હવે કોર્ટ કાર્યવાહી કરશે

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં ટ્રાફીક નિયમ ભંગ બદલ આપવામાં આવેલ ઇ-મેમો નહી ભરનારા લોકો સામે કોર્ટ કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે અને જેથી હવે જેના ઈ મેમો બાકી છે તેમને હજુ છેલ્લો મોકો આપવામાં આવ્યો છે છતાં પણ મેમો નહિ ભરો તો હવેથી વાહનચાલક કે માલિક વિરૂધ્ધ કોર્ટ રાહે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

જેથી મોરબી પોલીસ દ્વારા મળેલ ઇ-મેમોનો દંડ સત્વરે ભરવા જણાવવામાં આવ્યું છે.જો આપનો ઈ-મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો નીચેના સરનામે રૂબરુ જઇ ભરી શકો છો. ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જીલ્લા સેવાસદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી ર સમય. સવારના ૦૯/૦૦ થી સાંજના ૦૮/૦૦ વાગ્યા સુધી. શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમા, શનાળા રોડ, મોરબી-૧ સમય- સવારના ૧૦/૦૦ થી સાંજના ક.૦૭/૦૦ વાગ્યા સુધી

ઓનલાઇન ઇ-મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echallanpayment.gujarat.gov.in/  લીંક પરથી ઓનલાઇન પેમેન્ટ પણ કરી શક્યો. ઇ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં-૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇ-મેઈલ [email protected] પર સંપર્ક કરવો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!