વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પોલીસ તંત્ર દ્વારા કુખ્યાત અને નંચિત આરોપીઓને પકડી તેમને જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે. તેમજ ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માળીયા મીયાણા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે પાસા હેઠળ ડીટેઈન કરી સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલનાં માર્ગદર્શન હેઠળ, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.લગધીરકા અને LCB PI એમ.આર.ગોઢાણીયાની સુચના મુજબ પ્રોહીબીશનના ગુનાઓમા સંડોવાયેલ ઇસમ ઇરફાન અલીભાઇ સુમરા વિરૂધ્ધ કોર્ટમાં પાસા દરખાસ્ત મૂકી હતી. જે પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા આરોપીની ગઈકાલે પાસા એક્ટ હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.