મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા અકબરભાઇ હાજીભાઇ સમા નામના ઈસમને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. જે આજે મોરબીથી મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૬/૧૧/૨૦૨૨ ના રોજ મોરબીમાં બી-૧/૨૦૨ ચાર માળીયા આવાસ, લીલાપર રોડ ખાતે રહેતા અકબરભાઇ હાજીભાઇ સમાને મોરબીના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જિલ્લાઓમાંથી હુકમ તારીખથી છ માસ માટે હદપાર કરેલ હતો. તેમ છતા મોરબી જિલ્લાની હદમાંથી આરોપી મળી આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે હદપારી હુકમનો ભંગ કરતા જેલ હવાલે કર્યો હતો.