Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં મોટરસાઈકલ તથા કેબલ ચોરીનાં ગુન્હામાં સંડોવાયેલ ઈસમ ઝડપાયો

મોરબીમાં મોટરસાઈકલ તથા કેબલ ચોરીનાં ગુન્હામાં સંડોવાયેલ ઈસમ ઝડપાયો

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા અનડીટેકટ શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી. દ્વારા રાજકોટ શહેરમાંથી ચારેક માસ પહેલા ચોરાયેલ મોટરસાઇકલ તેમજ મોરબી વિસ્તારમાંથી કેબલ ચોરી કરવાનાં ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમે મોરબી-જેતપર રોડ રંગપર ગામ પાસે આવેલ સત્યમ વે-બ્રિજ પાસે આવતા એક ઇસમ કે જે મોટર સાયકલની ટાંકી ઉપર બાચકુ લઇને પસાર થઈ રહ્યો હોય તેના પર શંકાસ્પદ જતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા GJ-03-LJ-6450 નંબરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ હોય તેમજ તેની પાસે રહેલ બાચકામાં જોતા કોપર વાયર ભરેલ હોય જેના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા મોટરસાઈકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાઈકલ રાજકોટ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાતા, તેમજ કોપર વાયર પકડાયેલ ઇસમે ગઇકાલ પાવડીયારી કેનાલ પાસે આવેલ લેમલ કારખાનામાંથી ઇલેકટ્રીક કેબલ વાયરની ચોરી કરી હોવાનું જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ મોટરસાઇકલ ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે રૂ.૩૦,૦૦૦/- ગણી, તેમજ ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર આશરે ૨૬ કિલો રૂ.૧૬૯૦૦/- સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આરોપી નવધણભાઇ મફાભાઇ મંદુરીયા (રહે. મુળ ગામ ભગુપુર તા. ચુડા જી.સુરેન્દ્રનગર)ને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) ડી. મુજબ પકડી પાડ્યો છે. તેમજ આરોપીની પૂછપરછ કરતા તેણે મોટરસાઈકલ આશરે ચારેક માસ પહેલા રાજકોટ બેડી ચોકડી પાસે મોરબી રોડ, ઉપર એક ચાની દુકાન પાસેથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી છે. જે ઇસમને મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!