રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના બેલા ગામ ચેક પો.સ્ટ.ખાતેથી છળકપટથી અથડાવા ચોરી કરેલ મેળવેલ મોટરસાઈકલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા સધન પેટ્રોલીંગ કરી આવા ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન તેઓને બાતમી હકીકત મળેલ હોય કે, GJ-36-K-3364 નંબરનાં હિરો હોન્ડા સ્પ્લેન્ડરનો ચાલક ચોરી કે છળ કપટથી મેળવેલ મોટરસાઈકલ મોરબી તાલુકાના જેતપરથી મોરબી તરફ જનાર છે. જે હકીકતનાં આધારે તેઓ મોરબી તાલુકાના બેલા ગામ ચેક પોસ્ટ ખાતે તપાસમાં હતા તે દરમ્યાન એક ઇસમ સ્લેન્ડર મોટરસાઈકલ લઇને નિકળતા તેને રોકી મજકૂર ઇસમની સધન પુછપરછ કરતા મોટરસાઈકલના કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પોકેટકોપના માધ્યમથી મોટરસાઈકલના રજીસ્ટર નંબરનાં આધારે સર્ચ કરતા મોટરસાઈકલ બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા ઇસમે મોટરસાઈકલ છળકપટ કે ચોરીથી મેળવેલાનુ જણાય આવતા રૂ.૨૦,૦૦૦/-ની મોટરસાઈકલ સાથે કાલુ જાલમસિંગ દેવધા (રહે. હાલ-ધર્મ મંગલ સોસાયટી, મકનસર, તા.જી.મોરબી, મુળ રહે. પ્રિતમપુર, તા.પારા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશ)ને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.