મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા પાસા વોરંટ હેઠળ ઈસમને મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે ધકેલવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રીપાઠી તરફથી મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.એ.ભરગાએ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી આશીષભાઇ હેમુભાઇ ધુડાભાઇ ઉઘરેજીયા (રહે.જોરાવરનગર, હનુમાનચોક શેરી નં.૧૪, સુરેન્દ્રનગર)ની મોરબી જિલ્લા મેજિસ્ટરેટ તરફથી પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા પાસા વોરંટની ગઈકાલે તા.૨૦/૦૫/૨૦૨૪ ના બજવણી કરી અટકાયત કરી મધ્યસ્થ જેલ,અમદાવાદ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.