મોરબી જિલ્લામાં હત્યા-ખંડણી સહિતનાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પર અંકુશ મુકવા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા પોલીસ સ્ટાફને આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જે અન્વયે ખુન તથા ખંડણીનાં ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઈન કરી ટંકારા પોલીસ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી અને મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પોલીસ ઇન્સ બી.પી.સોનારા, એમ.આર.ગોઢાણીયા તેમજ મોરબી એલ.સી.બી પીઆઇ. સૂચના મુજબ ખુન તથા ખંડણીના ગુનાઓમા સંડોવાયેલ કુખ્યાત આરોપી યોગેશ પાવરા નામના 21 વર્ષીય યુવક વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી. અને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને આ દરખાસ્ત મોકલતા આરોપી વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર થતા આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી વડોદરા ખાતે ટંકારા પોલીસ દ્વારા મોકલવામા આવેલ છે.