દુર્ગેશ મહેતા : સુરેન્દ્રનગર નાં ચોટીલા તાલુકાના નાનીયાણી-ઝુપડા મા ગાંઝા નુ વાવેતર સરકારી ખરાબા મા વાવેતર કરવામાં આવ્યું હતું એક કરોડ ત્રણલાખ થી વધુંના ૧૨૯૨ કીલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે
સુરેન્દ્રનગર ચોટીલા વિસ્તારોમાં માંથી આવનાર ગાંજા નું વાવેતર કરવાના ભૂતકાળમાં ગુનાઓ સામે આવ્યા છે ત્યારે ચોટીલા પોલીસે નાનીયાણી ઝુંપડા વિસ્તારમાં માંથી એક વાડીમા એરંડા ની આડ માંથી ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું હતું જેમાં ૭૦૦ થી વધુ છોડ જેની કિંમત ૧ કરોડ ૩ લાખના મુદ્દામાલ સાથે ઝુપડા ના નરસિંહ અરજણ ચૌહાણ ની ધરપકડ કરવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા આ વાવેતર કરવામાં અન્ય કોઈ સંકેળાયેલ છે કે કેમ તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે આ બાબતે લીંબડી ડીવાયએસપી ચેતન મૂંધવાએ જણાવ્યું હતું કે આરોપીએ ભૂતકાળમાં કયારેય આવો ગુનો કર્યો છે કે કેમ આ ઉપરાંત અન્ય કોઈ જગ્યાએ આવી ખેતી કરવામાં આવે છે કે કેમ એ અંગેની તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે નાર્કો એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી ચોટીલા પોલીસે હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં ડી.વાય.એસ.પી.ચેતન મુંધવા, ચોટીલા પી.આઇ.ભાવનાબેન પટેલ, પી.એસ.આઇ. એમ.કે.ગોસાઇ સેખાભાઈ રોજીયા ,જયેશભાઈ પટેલ, સરદારસિહ, સંગણભાઇ, અબ્દુલભાઇ, નરેશભાઈ, રાજુભાઈ, મહેશભાઇ બાર, મનીષ પટેલ, નવઘણભાઇ ,જગમાલભાઇ મેટાલ્યા સહિતના જોડાયા હતાં.