Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના નવાગામ પાસે જૂની અદાવતમાં ઈસમોનો 4 લોકો પર ઘાતકી હુમલો

મોરબીના નવાગામ પાસે જૂની અદાવતમાં ઈસમોનો 4 લોકો પર ઘાતકી હુમલો

મોરબીના નવાગામ ખાતે અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં ચાર ઈસમોએ રીક્ષાનો પીછો કરી યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો. ત્યારે યુવકને બચાવવા વચ્ચે પડેલ અન્ય ત્રણ લોકોને પણ ઈસમોએ બેફામ માર મારતા સ્થળ પર લોહીના ખાબોચિયા ભરાયા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રીક્ષા ચાલકની ફરિયાદ પર ચાર શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર) ખાતે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગનો ધંધો કરતા અશોકભાઇ નાથાભાઇ ઝંઝવાડીયાને અગાઉ કરણભાઇ જેરામભાઇ સુરેલા (રહે-લીલાપર રોડ, નિલકમલ સોસાયટી તા-જી-મોરબી) સાથે રીક્ષાના કાચ તુટવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી કરણભાઇ જેરામભાઇ સુરેલા, આરીફ જાનમામદભાઇ સુમરા, ઇમરાન જાનમામદભાઇ સુમરા તથા મકસુદ મહેબુબભાઇ ફકીર નામના શખ્સોએ અલગ અલગ ત્રણ રીક્ષા લઇ ફરિયાદી અશોકની રીક્ષાનો પીછો કરી નવાગામ રોડ ઉપર ખોડીયાર માતાજીના મંદીર પાસે તેની રીક્ષા ઉભી રખાવી ફરિયાદીને નીચે ઉતારી ભુડાબોલી ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આ કામના કરણ નામના શખ્સે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ડાબા હાથના કોણીના ભાગે લોખંડનો પાઇપ તથા માથામાં છરીનો એક ઘા મારી માથામા ઇજા કરી તથા તેઓને છોડાવવા માટે વચ્ચે પડેલ કિશનને મકસુદએ માથાના ભાગે લાકડાનો ધોકો મારી માથામા ઇજા કરી તથા ભુપતભાઇને આરીફ તથા ઇમરાને માથાના ભાગે લાકડાનો ધોકો મારી માથામાં ગંભીર ઇજા કરી બેભાન કરી તથા ફરિયાદીની પત્નિ સંગીતાબેનને કરણે શરીરે મુંઢ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે. તેમજ પોલીસે ફરિયાદ નોંધતાંની ગણતરીની મિનિટોમાં જ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!