Friday, January 10, 2025
HomeGujaratલાલપર નજીક ટ્રેકટર ટેન્કરમા ૨૨૫૦ લીટર દેશી દારૂ ભરી ખેંપ મારવા જતો...

લાલપર નજીક ટ્રેકટર ટેન્કરમા ૨૨૫૦ લીટર દેશી દારૂ ભરી ખેંપ મારવા જતો ઈસમ પકડાયો

વાકાનેર મોરબી હાઇવે રોડ પર આવેલ લાલપર ગામ નજીકના શૈલેષ વે બ્રીજ સામેથી
ટ્રેકટર ટેન્કરમા ભરેલ ૨૨૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ટ્રેકટર ચાલકને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં દેશી દારૂના દુષણને અટકાવવા પોલીસ સતર્ક બની હોય તેમ વધુ એક વખત દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે.લાલપર ગામ નજીકથી પસાર થતા ટ્રેકટર ટેન્કરને અટકાવી પોલિસે તલાશી લેતા રૂપિયા ૪૫,૦૦૦ હજારની કિંમતનો ૨૨૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો જેને લઈને પોલીસે આરોપી કલ્પેશભાઇ લાખાભાઇ ચૌહાણ જાતે-કોળી ઉ.વ-૨૨ ધંધો-મજુરી (રહે-ચીરોડા ચોટીલા)ની અટકાયત કરી હતી.જેની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો જયંતીભાઇ દેવશીભાઇ ચૌહાણ અને ફરીદાબેન જયંતીભાઇ ચૌહાણ (રહે-બન્ને ચિરોડા) પાસેથી લઈ આરોપી મનસુખ ઉર્ફે મચો કોળી રહે-ત્રાજપર અને જંગીભાઇ કોળીને આપવા જતો હોવાની કબૂલાત આપી હતી જેને લઈને ટેકટર ચેસીસ નંબર-૬૫૩૧૨૦ KDAA કિં.રૂ.૨,૦૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦ સહિત રૂ.૨,૫૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપીને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!