Tuesday, January 7, 2025
HomeGujaratહળવદમાંથી થયેલ 40 લાખની ચોરી ઉપજાવી કાઢેલ હોવાનું ખુલ્યું: ભેજાબાજે આર્થિક સંકડામણને...

હળવદમાંથી થયેલ 40 લાખની ચોરી ઉપજાવી કાઢેલ હોવાનું ખુલ્યું: ભેજાબાજે આર્થિક સંકડામણને પગલે ચોરીનો ડોળ કર્યોનું ભોપાળુ છતું થયું

હળવદ શહેરમાં 40 લાખની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ આ અંગે પોલીસે નાકાબંધી, સીસીટીવી ચેકીંગ સહીતની કાર્યવાહી આદરી ગણતરીની કલાકમાં જ ચોરીનો બનાવ ખોટો અને ઉપજાવી કાઢેલ હોવાનું શોધી કાઢ્યું છે. ભેજાબાજ આરોપીએ આર્થિક સંકડામણને પગલે ચોરીનો ડોળ કર્યો હોવાનું હળવદ પોલીસ તથા એલ.સી.બી.મોરબી પોલીસની તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપી વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવવમાં આજે બપોરના સમયગાળા દરમિયાન અમરગીરી હેમતગીરી ગૌસ્વામી (ઉવ .૩૪ ધધો – નોકરી રહે.વાકાનેર જડેશ્વરરોડ નાગા બાવાનુ મંદિર તા – વાકાનેર) પોલીસ સ્ટેશન રૂબરૂ આવી જાહેરાત કરેલ કે તેઓ હળવદ પી.એમ આંગડીયાની ઓફીસમાં નોકરી કરતા હોય અને તેઓ પોતાની હુડાઇ કાર નંબર GJ – 03 – HR – 0359 લ8 હળવદ એસ.બી.આઇ બેંકની બાજુમા શેરીમાં પાર્ક કરી ગાડીમા ચોર ખાનમાં રાખેલ રૂપીયા કાઢી પાછળની શીટમા રાખેલ આ વખતે કોઇ અજાણ્યો ઇસમ આવી તેમને કહેલ કે તમારી ગાડીમાં ઓઇલ ઢોળાઇ છે. જેથી તેઓ તેમની ગાડીના આગળના ભાગે નીચે વળી જોવા ગયેલ તે દરમ્યાન કોઇ અજાણ્યો ઇશમ ગાડીની પાછળની સીટમા રાખેલ રૂપીયા ૪૦ લાખ કોઇ ઇસમ તેમની નજર ચુકવી ચોરી કરી લઈ ગયેલ છે.

આ ફરિયાદને પગલે ઉચ્ચ અધિકારીઓ પોલીસને કાર્યવાહીની સૂચના આપતા પોલીસે કંટ્રોલ રૂમથી નાકાબંધી કરાવી તેમજ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સાથે રહી અલગ અલગ ટીમો બનાવી તપાસ આરંભેલ અને બનાવ સ્થળ નજીકના સી.સી.ટી.વી.ફુટેજ તેમજ ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સિસની મદતથી તેમજ લાગતા વળગતા સાક્ષીઓની પુછપરછ કરી હતી.

ત્યારબાદ પોલીસે આ બનાવ અંગે શંકા વ્યક્ત કરી અમરગીરીની આકરી પુછપરછ કરતા હકીકતમાં આવો કોઈ બનાવ બન્યો ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો. ભેજાબાજ શખ્સે આર્થીક ભીસના હિસાબે આવો ખોટો બનાવ ઉપજાવી કાઢેલ હોવાની કબૂલાત આપતા પોલીસને ગેરમાર્ગે દોરી ખોટી માહીતી આપેલ હોય જેથી જાહેરાત કરનાર અમરગીરી વિરૂધ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!