ક્ષત્રિય સમાજ દ્વારા હાલ ઠેર ઠેર ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેની સૌથી વધુ અસર જામનગરમાં દેખાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવી રહ્યા છે. ત્યારે જામનગર સંકલન સમિતિએ પત્ર જાહેર કરી યુવાનોને ભાર પૂર્વક અપીલ કરતા કહ્યું છે કે આંદોલનને અવળે રસ્તે ચડવાવા હિતશત્રુઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય તેમજ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આવું કૃત્ય થાય તેવું દેખાય થયું છે. ત્યારે કાયદો વ્યવસ્થા હાથ માં નહીં લઈ આચાર સંહિતાનો ભંગ નહિ કરી શાંતિ જાળવી મતદાન ના દિવસે જવાબ આપવો તેવી અપીલ કરવામાં આવી છે.
જામનગર જીલ્લા રાજપુત સંકલન સમિતિનો યુવાનોને ચેતવણી આપતો પત્ર વાયરલ થયો છે. ક્ષત્રિય સમાજ ભાજપ સામે વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે ક્ષત્રીય સમાજ દ્વારા ચાલતું નારી શક્તિ આંદોલન અવડા માર્ગે ચાલે તેવી ભિતી વ્યક્ત કરી જામનગર સંકલન સમિતિએ પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આવું કૃત્ય કરી કોઈ પણ હિતશત્રુઓ બદનામ કરે તેવું દેખાય રહ્યું છે. ત્યારે આવું કઈ ન બને અને તા.૭ ના રોજ મતદાન ધ્યાનમાં રાખી શાંતિ જાળવજો અને કાયદો હાથમાં ન લેવો કે આચારસંહિતાનો ભંગ ન કરવા ભાર પુર્વક અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે પણ લોકોને અફવાઓ ના ફેલાવવા અને સોશ્યલ મીડીયામાં શાંતિ ડહોળાય તેવા મેસેજ વાયરલ ના કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ રાજકોટ રેન્જના કોઈ પણ જીલ્લામાં ખોટી અફવા કે મેસેજ વાયરલ થાય તો નજીકના પોલીસમથકનો સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.