મોરબી : સંસ્કૃત ભારતી મોરબી દ્વારા ગત તારીખ 28 માર્ચને રવિવારનાં રોજ બપોરે 4 થી 6 કલાકે મોરબી જિલ્લામાં સંસ્કૃત સંમેલન યોજાયું હતું. જેમાં અલગ-અલગ 15 કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી જે સંપૂર્ણપણે સંસ્કૃત ભાષામાં હતી. આ તકે સંસ્કૃત ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ડોક્ટર પંકજભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્કૃત ભાષા માટે વક્તવ્ય આપ્યું હતું. અતિથિ તરીકે વિપુલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સંસ્કૃત ભાષાના પ્રસાર અને પ્રચાર માટે આહવાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સંયોજક કિશોરભાઈ શુક્લ અને સહસંયોજક મયુરભાઈ શુક્લ તેમજ સંસ્કૃત ભારતી મોરબીના જનપદના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી .કાર્યક્રમના અંતે કાર્યકારિણીની ઘોષણા અંગે ગોષ્ઠિ યોજાઇ હતી. આ કાર્યક્રમ મર્યાદિત સંખ્યાની હાજરીમાં તેમજ ડિજિટલ માધ્યમથી ઓનલાઇન યોજાયો હતો.