Friday, December 27, 2024
HomeGujarat'તને તો પતાવી જ દેવો છે' તેમ કહી ધાંગધ્રા પંથકના જશપાલસિંહે હળવદના...

‘તને તો પતાવી જ દેવો છે’ તેમ કહી ધાંગધ્રા પંથકના જશપાલસિંહે હળવદના જનકભાઇને આપી મારી નાખવાની ધમકી

હળવદની સરા ચોકડી નજીક અગાઉની ફરિયાદનું મનદુઃખ રાખી ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના આરોપીએ ‘તને તો પતાવી જ દેવો છે’ તેમ કહી હળવદના ગિરનારીનગર ખાતે રહેતા યુવાનને મારી નાખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે રહેતા જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા અને હળવદના ગીરનારીનગરમાં રહેતા જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉ.વ.૩૭) વચ્ચે અગાઉ થયેલ ફરીયાદનુ મનદુખ ચાલતું હતું. આ બાબતે આરોપી જશપાલસિંહે જનકભાઈને કોલ કરી હું ભુલી ગયો નથી તેમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ હળવદ પોલીસ મથકથી ૨ કિમી દૂર આવેલ સરા ચોકડી નજીકથી જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી જશપાલસિંહે જાહેરમાં તેને રોકી ‘તને તો ઉપાડી જવો જ છે અને પતાવી દેવો છે’ તેમ કહી મારી નાખવાની ધમકી મારતા જનકભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૫૦૪,૫૦૬(૨),૫૦૭ મુજબ ફરિયાદ નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!