Wednesday, January 22, 2025
HomeGujaratવિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી બચાવો અભિયાન અંતર્ગત જીવદયાનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો...

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી બચાવો અભિયાન અંતર્ગત જીવદયાનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો

રોટરી કલબ ઓફ હળવદ અને આર.સી.સી. સિનિયર સીટીઝન કલબ ઓફ હળવદ દ્વારા વિશ્વકર્મા ગ્રુપ ધ્રાંગધ્રા તથા શંભુભાઈ મિસ્ત્રીના સૌજન્યથી હળવદ ખાતે લાકડાના ચકલી ઘરો, ચણ નાખવા માટે પતરાંના ડબ્બામાંથી બનાવેલ ચબૂતરાઓ, પક્ષીઓને પાણી પીવા માટે સિમેન્ટ તેમજ માટીના કુંડાઓ, કુંડા લટકાવવા માટેના લોખંડના સ્ટેન્ડનું નિઃશુલ્ક જાહેર વિતરણ કરવામાં આવ્યું હતું.જેનો જીવદયા પ્રેમીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

આમ તો રોટરી હળવદ દ્વારા વર્ષના 365 દિવસ અને આખું વર્ષ જીવદયાને લગતી વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.પણ આજરોજ 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ મનાવાય છે જેના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી હતી.આજના આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ દિવસે ને દિવસે લુપ્ત થતી જાય છે. વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે. જેમા ભારતમા 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે. એક સમય હતો કે જયારે જુનવાણી મકાનો હતા. જે નળિયા કે પીઢીયાના હતા. જુનવાણી મકાનોની બાંધણીના કારણે ચકલીઓને પોતાના માળા માટે ખાંચા મળી રહેતા હતા અને સહેલાઇ રહેતી હતી.પરંતુ આજે સિમેન્ટના મકાનો કારણે ચકલીઓને વસવાટ કરવો મુશ્કેલ બની ગયો છે.જેથી ચકલીઓ શહેરથી દુર અને જંગલો પસંદ કરે છે.

હળવદ શહેરમાં ઘણા સમયથી શંભુભાઈ અને વિશ્વકર્મા ગ્રુપ ચકલી માટે લાકડાના મજબૂત ચકલીઘર અને મોબાઈલ ચબૂતરા બનાવી રોટરી કલબ ઓફ હળવદ ને પહોંચાડે છે. જેના કારણે લુપ્ત થતી જતી આ પ્રજાતિ આજે શહેરમાં પાછી આવતી થઇ છે. ચી ચી ની ચિચિયારીઓથી મનને પ્રસન્નતાથી ભરી દે છે અને તેને જોઈને આનંદ અનુભવાય છે.આ પ્રોજેકટમાં ધ્રાંગધ્રાથી વિશ્વકર્મા ગ્રુપના સભ્યો ગૌતમભાઈ, ભરતભાઈ , ગોપાલભાઈ ખાસ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!