Sunday, December 22, 2024
HomeGujarat60 પ્લસ નિયમ મામલે જીતુ સોમાણી ધુંઆપુંઆ : સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને...

60 પ્લસ નિયમ મામલે જીતુ સોમાણી ધુંઆપુંઆ : સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ અધ્યક્ષને આડેહાથ લીધા

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને નોટીસ આપવા પ્રકરણમાં વિવાદ વકર્યો : જીતુ સોમાણીનો પત્ર અક્ષરશઃ

- Advertisement -
- Advertisement -

(હરદેવસિંહ ઝાલા – વાંકાનેર) : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકામાં ડમી ઉમેદવારનું ફોર્મ અમાન્ય રહેતા ડમી તરીકે ઉમેદવારી નોંધાવનાર જીતુભાઇ સોમાણી 60 વર્ષ કરતા વધુ ઉંમરના હોવા છતાં ચૂંટાઈ આવતા આ મામલે જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને નોટિસ ફરકારવામાં આવતા જીતુ સોમાણી પોતાના આકરા સ્વભાવ મુજબ મોરબી જિલ્લા ભાજપ સંગઠન ઉપર વરસવાની સાથે સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ પણ સનસનીખેજ આક્ષેપો કરતા નવાજૂનીનાં સંકેતો મળી રહ્યા છે.

વાંકાનેરના આખાબોલા નેતા જીતુ સોમાણીએ પોતાના લેટરપેડ ઉપર આપેલ ખુલાસરૂપી જવાબ અક્ષરશઃ નીચે મુજબ છે.

વિષય : વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને નોટીસ આપવા બાબત.

વંદે માતરમ” સહ આપને જણાવવાનું કે તા. 22/02/2021 ના રોજ આપે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસને નોટીસ આપી છે. શહેર ભાજપ પ્રમુખએ સંગઠનને મજબૂત અને લોક સેવાકીય પ્રવૃતિ કરનાર વ્યકિત છે એ કોઈ પગારદાર નોકરી કરનાર કર્મચારી નથી. આમ, નિયમાનુશાર તેની પાસે ખુલાસો માંગી શકાય પરતું તેને નોટીસ આપવી એ ભારતીય જનતા પાટીંના બંધારણથી વિરુદ્ધ છે. નોટીસ મારા સંબધિત હોય તો આ બાબતે હું આપને નીચેની બાબતો જણાવવા માંગું છું..

1)ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા 60+ અને સતત ત્રણ ટર્મ ચૂંટણી જીતેલા વ્યકિતને 2021 ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવા. જેનું પાલન વાંકાનેર શહેર સંગઠને ખૂબ જ નિષ્ઠાપૂર્વક કર્યું છે. પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ડમી ઉમેદવાર તરીકે કોને ફોમૅ ભરવું અને કોને ફોમૅ ન ભરવું તેવી કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર કરેલ નથી. સાથે-સાથે જીલ્લા ભાજપ દ્વારા પણ આવી કોઈ સૂચના લેખિત કે મૈખિક શહેર સંગઠનને આપેલ નથી. વળી, વાંકાનેર રાતીદેવરી જીલ્લા પંચાયતના ઉમેદવાર શેરશીયા ઝહીરભાઈના ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા શેરશીયા યુસુફભાઈએ ભરેલ છે, જે 60+ની ઉપર ઉંમર ધરાવે છે.

૨) નોટીસમાં આપ જણાવી રહયા છો કે વોડૅ નંબર ૩ના ઉમેદવારનું ફોર્મ ખામી વાળુ ભર્યું હતું. આ બાબત આપની પાયાવિહોણ છે.ઉમેદવારના ફોર્મ જીલ્લા ભાજપ સંગઠન, શહેર ભાજપ સંગઠન અને લીગલ સેલ દ્વારા ભરવામાં આવતું હોય છે. આમ ફોર્મ ખામી વાળુ છે તે ભરતી વખતે ખબર હોય તો આપ તે સુધારી લેવું જોઈએ નહિ કે ખોટા આક્ષેપો કરીને તમારી જવાબદારીમાંથી છટકી જાવ.

૩) પ્રદેશ ભાજપની સ્પષ્ટ સૂચના હતી કે 60+ ની ઉમરના વ્યકિતને ઉમેદવાર તરીકે ઉભા ન રાખવા છતા પણ તમે માળીયા નગરપાલિકાની ચૂંટણીમાં આ નિયમ વિરુધ્ધ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે નીચે પ્રમાણે છે.(1) જેડા ફાતેમાબેન ઉમાનભાઈ વોર્ડ નંબર 2,ઉંમર 75 વર્ષ (2) કટીયા નેકમામદ વલીમામદ, વોર્ડ નંબર 5,ઉંમર 62 વર્ષ (3) જામ અમીનાબેન મામદભાઈ, વોર્ડ નંબર 4,ઉંમર 62 વર્ષ (4) જેડા હસીનાબેન જાનમામદ, વોર્ડ નંબર 1,ઉંમર 62 વર્ષ. આમ આપના દ્વારા આ ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. આ સમગ્ર બાબત તું પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડને પણ કરીશ.

૪) જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશમાંથી આવેલ ચુંટણી ફંડ વાંકાનેર શહેર સંગઠન સિવાય જિલ્લાના તમામ સંગઠનને આપવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર સંગઠન સાથે આવું વર્તેન શા માટે? સાથે – સાથે જણાવવાનું કે જીલ્લા સંગઠન દ્વારા પ્રદેશના નેતાઓની સભા, પ્રચાર વગેરે કાર્યે ક્યૉ કરવામાં આવતા હોય છે આપે વાંકાનેર શહેર સાથે એક પણ વખત સંકલન આ ચૂંટણીમાં કરેલ નથી તો વાંકાનેર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારી નથી ?

૫) સમગ્ર મોરબી જીલ્લામાં માળીયા નગર પાલિકાને બાદ કરતા દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ ભવ્ય વિજય આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકપ્રિયતા તેમજ આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની કાયૅદક્ષતા અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબના નેતૃત્વ ને લીધે આવેલ છે. આ ભવ્ય વિજય કોઈ એક વ્યકિતના કારણે આવેલ નથી જે મોરબી જીલ્લામાં હાલ શેખી મારી રહયા છે.

૬) 2020માં મોરબી ધારાસભાની પેટા ચૂંટણીમાં ક્રાંતીલાલ અમૃતિયાએ ભાજપ વિરુદ્ધમાં કામ કરેલ છે. જેની જાણ જીલ્લા ભાજપ સંગઠન, પ્રદેશ ભાજપ સહિત તમામને ખબર છે છતા પણ આજદીન સુધી તેને કોઈપણ પ્રકારની નોટીસ મીડીયામાં તેના વિરુદ્ધ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી તેનું કારણ શું?

૭) હું લોહાણા સમાજમાંથી આવું છું. અમારા સમાજની વસતી ખૂબ જ ઓછી છે, મારો સમાજ મને રાજકીય પ્રતિનીધીત્વ આપ્યું છે, જયારે તમે અને મોહનભાઈ કુંડારીયા વારંવાર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો કરી રહયા છો. મારા કારણે તમે લોહાણા સમાજને ખત્મ કરવાના પ્રયત્નો કરી રહયા છો તે તમારી આ કામગીરીથી સ્પષ્ટ થાય છે.

૮) મોરબી જીલ્લામાં મોહનભાઈ કુંડારીયા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા યેન-કેન પ્રકારે ભાજપના કાર્યકરોને દબાવીને ધમકાવીને પોતાના દબાણમાં રાખવા કાર્યો કરી રહયા છે. ભૂતપૂર્વે જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખને જડેશ્વર પર નહિ પોહચ, તારા ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપેલ. આ ઉપરાંત વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પણ મારા કહેવામાં રહો નહિતર ડોફે લગાડી દઈશ તેવું કહેલ. આમ, મોહનભાઈનો સ્વભાવ ડંખીલો છે તે મને પણ ક્યારે મારી નાખશે કે અકસ્માતમાં ખપાવી દેશે તેનો ભય લાગે છે, આ સિવાય ધણા બધા મુદાઓ છે જે આવનાર દિવસોમાં સમય આવીયે કહીશ હાલ આ વિવાદીત આક્ષેપ કરતા લેટરથી મોરબીનું રાજકારણ ગરમાયુ છે ત્યારે આગામી સમયમાં શુ થાય એ જોવું રહ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!