મોરબીના નવલખી રોડ પરથી ગેરકાયદેસર દેશી રીવોલ્લર હથીયાર સાથે નીકળેલ શખ્સને મોરબી એસ.ઓ.જી.ની ટીમે દબોચી લીધો હતો.
મોરબી એસઓજી પોલીસેને મળેલ ચોકકસ બાતમીના આધારે મોરબીના નવલખી રોડ પરથી આરોપી અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઈ રૂદાતલા (ઉ.વ.રર રહે. મોરબી યમુનાનગર મુળ અમરાપર તા.જી.મોરબી)ને ગેરકાયદે લાયસન્સ પરવાના વગર દેશી બનાવટની રીવોલ્વર હથીયાર કી.રૂ.૧૦,૦૦૦ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ.ડીવી પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
આ કામગીરી દરમિયાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી, રસિકભાઇ કડીવાર , સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા તથા સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા ડ્રા.પો.કોન્સ સંદીપભાઇ માવલા સહિતના હાજર રહ્યા હતા.