Tuesday, April 16, 2024
HomeGujaratહળવદમાં ઘોડિપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા: 1.48 લાખની રોકડ કબ્જે કરતી એલસીબી

હળવદમાં ઘોડિપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા: 1.48 લાખની રોકડ કબ્જે કરતી એલસીબી

મોરબી એલસીબી પોલીસે દરોડો પાડી હળવદ ગામની સીમમાં વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર આરોપીઓને રૂ .૧,૪૮ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ ગામની સીમમાં ટીકર રોડ ઉપર આવેલ મકારી હનુમાનજીના મંદિર પાછળની વાડીમાં પતરાના ઢાળીયા નીચે આરોપી સત્તારભાઇ એહમદભાઇ ઘાચી (રહે. હળવદ) બહારથી માણસો બોલાવી ઘોડીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની મોરબી પોલીસને બાતમી મળી હતી જેને પગલે પોલીસે રેઇડ પાડી હતી આ દરમીયાન જુગાર રમતા આરોપી સત્તારભાઇ એહમદભાઇ લોલાડીયા, સામતભાઇ રામજીભાઇ ઝાપડા (રહે . હળવદ અન્નક્ષેત્રપાછળ , કરાચી કોલોની) હસમુખભાઇ પ્રભુભાઇ ગણેશીયા (રહે.હળવદ કરાચીકોલોની , રામાપીરના મંદિરની બાજુમાં) અને મહેશભાઇ લાલજીભાઇ પઢેરીયા (રહે. ધ્રાંગધ્રા, મયુરનગર , હળવદરોડ, તા . ધ્રાંગધ્રા)ને ઘોડી પાસાના જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબજામાંથી રોકડ રૂ .૧,૪૮,૦૦૦ તથા ઘોડીપાસા નંગ -૦૨ ના મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. આ કામગીરી દરમિયાન પીઆઇ એમ.આર.ગોઢાણીયા,પીએસઆઇ એન.બી.ડાભી હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા , કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર , ભરતભાઇ જીલરીયા , ભગીરથસિંહ ઝાલા , સતિષભાઇ કાંજીયા વિગરે જોડાયા હતા.
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!