સંગીતના શોખ ધરાવતા લોકો માટે કરાઓકે ખૂબ સારું માધ્યમ છે. કરાઓકે ઘણા સારા ગાયકોને આગળ આવવાનો મોકો મળે છે. જેને ધ્યાને લઈ સમસ્ત બ્રહ્મસમાજ – મોરબી દ્વારા કરાઓકે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત બ્રહ્મસમાજ – મોરબીનાં જણાવ્યા અનુસાર, કરાઓકે સિંગીંગ એ નવી ટેકનીક અને ટેકનોલોજીનું નવા જમાનાનું ગાયન સ્વરુપ છે જેના દ્વારા બ્રહ્મ કલાકારોને મંચ મળે અને બ્રહ્મ બંધુ ભગીનીઓને મનોરંજન મળે એ હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા કરાઓકે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ આગામી મે/જુન મહિનામાં યોજાશે. તેમજ કાર્યક્રમમાં કોઈપણ ઉંમરના મોરબી શહેરના બ્રહ્મ પરિવારના ભાઈ બહેનો ભાગ લઈ શકશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે કલાકારે પોતાનું નામ, સરનામું, ઉંમર, સંપર્ક નંબર સહિતની વિગતો સાથે કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીને 8780287220 પર તારીખ 30/04/2024 સુધીમાં પહોંચાડવાનું રહેશે. આયોજકો એન્ટ્રીની સંખ્યા તથા સમયમર્યાદાને ધ્યાને લઈ જે નિર્ણય કરશે તે આખરી રહેશે. તેમજ સંગીતસંધ્યાનું સ્થાન, તારીખ, સમય વગેરે વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. તેમ સમસ્ત બ્રહ્મસમાજ – મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું.