Sunday, December 22, 2024
HomeGujaratકારગિલ દિવસ વિજય દિવસ નિમિતે શ્રી દયાનંદ માજી સૈનિક પરીવાર ટંકારા દ્વારા...

કારગિલ દિવસ વિજય દિવસ નિમિતે શ્રી દયાનંદ માજી સૈનિક પરીવાર ટંકારા દ્વારા વિશેષ ઉજવણી કરાઈ

26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ટંકારા તાલુકાના શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન દ્વારા આજના દિવસના ભાગ રૂપે મિતાણા ગામે આર્ય પેલેસ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રગીત સાથે શરૂ થયેલ કાર્યક્રમમાં એકતા, અખંડિતતા, સમરસતા, જેવા વિષય થકી પરિવાર, સામાજીક તથા રાષ્ટ્રિય મુદ્દાઓની ચર્ચા કરી આજના યુવાનોને દેઝદાઝ પ્રજ્વલિત કરવા જ્યોત ઝલાવી હતી કાર્યક્રમની અંતે ભારત માતા અને વંદે માતરમ્ ના ગગનભેદી નારા સાથે પુર્ણ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ તકે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, કારોબારી ચેરમેન અરવિંદભાઇ દુબરીયા ટંકારા નાયબ મામલતદાર બુશા ટંકારા ભાજપ સંગઠનના પ્રમુખ કિરીટ અંદરપા ઉપ પ્રમુખ ગણેશભાઈ પટેલ મહામંત્રી રૂપસિંહ ઝાલા, યુવાનેતા એડવોકેટ સંજય ભાગિયા, હસુભાઈ દુબરીયા માટેલ ગુર્પ સહિતના યુવાનો વડીલ માતા બહેનો મોરબીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં માજી સૈનિક ગુર્પના પ્રમુખ ચેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાપડા, પનારા રાવળદેવ સહિતના સૈનિકોએ આમંત્રણને માન આપીને પધારેલાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!