વિશ્વ વિભૂતિ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંદોબસ્તમા ટંકારા કંટ્રોલ રૂમ બનાવેલ હોય પરિવારે તેમનો ભાઈ ગુમ થયેલ હોવાની જાણ કરતા ટંકારા પોલીસને શોધવામાં ઝુંટાઈ હતી. અને માનસીક અસ્થીર યુવકની શોધ કરી તેને તેના પરીવારને સોંપી આપી ખાખીએ ખુમારી અને વીરતા સાથે કરૂણતા દાખવી અસ્થિર મગજનાં યુવકની ખુબ સાર સંભાળ રાખી હતી.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૧-૧૨-૧૩/૦૨/૨૦૨૪ ના સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી અનુસંધાને મોટી સંખ્યામા માનવ મેદની ટંકારા ખાતે આવેલ હોય જેને લઇ બંદોબસ્તમા ટંકારા કંટ્રોલ રૂમ ઉભું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા અલગ અલગ રાજયોમાંથી માણસો આવેલ હોય અને ગત તારીખ- ૧૩/૦૨/૨૦૨૪ ના રોજ થાણા અમલદાર એમ.જે. ધાંધલના મોબાઇલ નંબર પર જનરલ નાઇટ રાઉન્ડ દરમિયાન શ્રુતીબેનનો ફોન આવ્યો હતો અને તેમણે પોલીસની મદદ માંગતા જણાવ્યું હતું કે, તેઓ સહ પરીવાર સાથે ગુડગાંવ (હરીયાણા) થી ટંકારા આ કાર્યક્રમમા આવેલ હોય અને કાર્યક્રમ પુર્ણ થયા બાદ ટંકારાથી નિકળી રાજકોટ રેલ્વે સ્ટેશને ગયેલ હોય ત્યાં તેઓ સાથે તેનો ભાઈ યતીશ આર્ય જે માનસીક અસ્થીર હોય જે હાથ છોડાવી જતો રહ્યો હતો. જેને લઇ થાણા અમલદાર એમ જે ધાંધલે પરીચીત રાજકોટ જી.આર.પી પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઇને જાણ કરેલ અને તેઓએ રેલ્વે સ્ટેશનમા તપાસ કરતા આ માનસીક અસ્થીર યતીશ આર્ય મળી આવેલ હોય અને તેઓ પાસે કોઈ લેખીત ફરીયાદ કે ગુમ અરજી ન હોય જેથી તેઓએ ટંકારા પોલીસને જાણ કરતા ટંકારા પોલીસે માનસીક અસ્થીર યતીશ આર્યને ટંકારા પોલીસ સ્ટેશન લાવી સાર સંભાળ રાખી તેના પિતા જગદીશ શ્રીનાનકચંદ આર્યનો સંપર્ક કરી તેઓને ટંકારા પોલીસ સ્ટેશન બોલાવેલ હોય જેઓ ગઈકાલે ટંકારા પોલીસ સ્ટેશન આવી જતા તેઓને તેમનો માનસીક અસ્થીર પુત્ર યતીશ આર્ય સોંપી આપ્યો હતો.
ઉપરોકત કામગીરીમા અમો પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ તથા પો.સબ.ઇન્સ. પી.એલ.શેડા સાહેબ તથા પો.હેડ.કોન્સ શાહિદભાઈ સીદીકી તથા ડ્રા.પો.કોન્સ સાલેમામદભાઇ હાજીભાઇ તથા હોમગાર્ડ અરૂણભાઈ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસો રોકાયેલ હતા.