Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના ખોખરા હનુમાનધામમાં ભણતો વિદ્યાર્થી લાપતા થયા બાદ અપહરણની ફરિયાદ નોંધાઈ

મોરબીના ખોખરા હનુમાનધામમાં ભણતો વિદ્યાર્થી લાપતા થયા બાદ અપહરણની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના બેલા નજીક ખોખરા હનુમાનધાંમના સદગુરૂ આશ્રમમાં ભણતો રાજકોટનો વિદ્યાર્થી કોઈ કારણોસર ગૂમ થઈ ગયા બાદ આ વિદ્યાર્થી સગીર હોવાથી તેના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે

- Advertisement -
- Advertisement -

મોરબીના બેલા નજીક ખોખરા હનુમાનધાંમના સદગુરૂ આશ્રમમાં દેવેન્દ્રભાઇ મહેશભાઇ આચાર્ય (ઉ.વ-.૪૨ ધંધો-મજુરી રહે-માધાપર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, યાગરાજનગર-૨, મકાન-ગાયત્રી કૃપા, હોલીરેડીમર સ્કુલ પાસે, રાજકોટ) વાળાનો ૧૪ વર્ષનો દીકરો પાર્થ ભણે છે. દરમિયાન આ પાર્થ સદગુરૂ આશ્રમમાંથી લાપતા થઈ ગયો હતો. તેની શોધખોળ કરવા છતાં પતો ન મળતા અંતે સગીર હોવાથી તેના પિતાએ અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!