હજુ બે દિવસ પહેલા જ મોરબીના ઘૂંટુ રોડ પરથી સાત વર્ષના બાળક પર્વનું અપહરણ થયું હતું જેને મોરબી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી હતી ત્યારે વાંકાનેર ના રાતાવીરડા માંથી એક શ્રમિકના સાડા પાંચ વર્ષના બાળકનું અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે આવેલ શ્યામ કોલ નામના કારખાનામાં મજૂરી કામ કરતા પવન કૈલાશભાઈ નીંગવાલ(ઉ.વ.૨૮ મુ.રહે.લીંબી તા.મનાવર જી.ધાર ,મધ્યપ્રદેશ)વાળા એ વાંકાનેર તાલુકા પોલીસન્સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે કે તેમનો સાડા પાંચ વર્ષીય પુત્ર રિતિક નું ગત તારીખ ૦૩ જૂન ના રોજ બપોરનાં સમયે શ્યામ કોલ કારખાનમાંથી કોઈ અજાણ્યો શકશ અપહરણ કરી ગયો છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અપહ્યીત બાળકની શોધખોળ આદરી છે.