મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ સિરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની ૧૧ વર્ષીય સગીર દીકરી નુ અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જેમાં મોરબીમાં સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારે સાથે કામ કરતા શ્રમિક કાળું ગોપાલભાઈ સહેડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે પોતાની સગીર દીકરી ને આરોપીએ ગત તા.૧૭ ના રોજ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો છે જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.