Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં શાળા સંચાલકના પુત્રના અપહરણની ધમકી

મોરબીમાં શાળા સંચાલકના પુત્રના અપહરણની ધમકી

શાળા સંચાલકના પત્નીને વ્હોટ્સએપમાં ફોનમાં આજ રાત તક તેરે બેઠે કો ઉઠા લેગે તેવી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં ઉધોગપતિ બાદ વધુ એક શાળાના સંચાલકની પત્નીને પુત્રના અપહરણની ધમકી મળી છે. જેમાં પુત્ર સાથેનો ફોટો મોકલી અપહરણ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. શાળાના સંચાલક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબીની નવજીવન સ્કૂલના સંચાલક અતુલભાઈ પાડલીયાના પત્નીને વ્હોટ્સએપમાં ફોન આવ્યા બાદ સામેથી કોઈ હિન્દીભાષી ધમકી આપતા ફોન કાપી નાખતા આ શખ્સે બન્ને માતા-પુત્રનો ફોટો અતુલભાઈ પાડલીયાના પત્નીને વ્હોટ્સએપમાં મોકલી કહેલ હું પોતે મુંબઇથી બોલે છે. તારા છોકરાનો ફોટા અને તમારી બધી વિગતો આવી ગયેલા હોય સાંજ સુધીમાં તારા છોકરાનું અપહરણ કરીશું તેવી ધમકી આપતા અતુલભાઈ પાડલીયાએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ટેક્નિકલી મદદથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!