મોરબીના ગાંધીચોક ખાતેથી પીપળી રોડ પર આવેલા રોયલ પાર્ક સુધી પહોંચવા બે વ્યક્તિઓએ 150 રૂપિયામાં સ્પેશ્યલ રીક્ષા બાંધી હતી સ્થળ પર પહોંચી પેસેન્જરો એ રૂપિયા ન હોવાનું કહેતા રિક્ષાચાલક્કે માથાકૂટ કરી અને પીઠના ભાગે છરી મારી દેતા હત્યા : બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ રીક્ષા ચાલક અને તેના સાથીદાર એમ બન્ને હત્યારાઓને દબોચી લીધા હતા.
મોરબીના સામાકાંઠે ગત.તા.13 જાન્યુઆરીની રાત્રીના 9:30 વાગ્યાની આસપાસ પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં રીક્ષાનું ભાડું ન ચૂકવતા રીક્ષા ચાલકે શ્રમિક પેસેન્જર વિજયભાઈ શંકરભાઈ અખાડીયા સાથે માથાકૂટ કરી હતી બાદમાં પીઠના ભાગે છરી મારી હત્યા નિપજાવી હતી જો કે બાદમાં ગંભીર હાલતમાં વિજય અખાડીયાને રાજકોટ સારવાર માં ખસેડવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ પહોચે એ પહેલાં જ યુવાન વિજયનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો જેમાં આ બનાવની જાણ થતાં જ મોરબી બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા ,એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી, ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રોયલ પાર્કના CCTV ચેક કરતા ઘટના CCTVમાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે રાત્રે જ મોરબી બી ડીવીઝન અને એલસીબી ની ટીમોએ રિક્ષાની ઓળખ મેળવી હતી.બાદમાં રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની મલું મોહનસિંગ ભભોરે જી.જે.36 યુ 6265 નબરની રિક્ષામાં આવેલા બે અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવતા સાથે જ બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને હત્યારાઓને ઓળખી CCTV માં દેખાતા રીક્ષા નંબરના આધારે આરોપીઓની શોધખોળ કરી હત્યા કરનાર બન્ને આરોપીઓ રાજેશ માધવજી જોગડીયા અને અનિલ અમરસિંગ યાદવ (રહે મૂળ કચ્છ-ભુજ હાલ મોરબી-યોગીનગર)ની ધરપકડ કરી હતી જો કે આ હત્યાના બનાવની બી ડિવિઝન પીઆઇ કોઢિયા એ વધુ તપાસ હાથ ધરી છે.