Wednesday, October 30, 2024
HomeGujaratટંકારામાં ગાળો બોલવા બાબતે થયેલ માથાકૂટમાં છરીઓ ઉડી: બન્ને પક્ષે સામસામી ફરિયાદ...

ટંકારામાં ગાળો બોલવા બાબતે થયેલ માથાકૂટમાં છરીઓ ઉડી: બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારા શહેરના ઉગમણા નાકા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે થયેલ માથાકૂટમા મારામારી અને છરીઓ ઉડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બાબતે બંને પક્ષે ટંકારા પોલીસ મથકમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

રમેશભાઈ પ્રેમજીભાઈ જાદવે ટંકારા ખાતે રહેતા સતીષ ઉર્ફે સાગર ગૌતમભાઈ સારેસા, ગૌતમભાઈ કાંતીભાઈ સારેસા અને જયેશ ઉર્ફે જગદીશ ટપુભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેમના ભાભી જતા હતા આ વેળાએ ત્રણેય આરોપીઓએ ગાળો બોલી હતી ત્યારબાદ રાત્રીના સમયે આવી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ ફરિયાદને પગલે ટંકારા પોલીસ આઈપીસી કલમ ૩૨૬,૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે.

બીજી તરફ સામા પક્ષે સતીષ ગૌતમભાઇ સારેસાએ ટંકારા ખાતે રહેતા હરેશ દુદાભાઇ જાદવ, અમીત દિનેશભાઇ જાદવ તથા હક્કો પ્રમજીભાઇ જાદવ વિરુદ્ધની ફરિયાદમાં જણાવ્યું કે કૌટુંબિક કાકી સાથે ઝઘડામાં ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ધોકા વડે માર મારી ઢીકા પાટુનો માર માર્યા હતો જે ફરિયાદને લઈને પોલીસે તમામ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!