Friday, March 29, 2024
HomeGujaratમાળીયા (મી)ના વવાણીયા ગામે જુગાર રમતા અડધો ડઝન પતાપ્રેમીઓ પકડાયા

માળીયા (મી)ના વવાણીયા ગામે જુગાર રમતા અડધો ડઝન પતાપ્રેમીઓ પકડાયા

માળીયા મિયાણાં તાલુકાના વવાણીયા ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વવાણીયા ગામે આવેલ મોટા કોળીવાસ મેઇન ચોકમાં જાહેરમા જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ દરમિયાન જુગાર રમતા માનસંગભાઇ મમુભાઇ ભમ્મર, બચુભાઇ જગુભાઇ સીસણાદા, બાબુભાઇ પોપટભાઇ સોમાણી, ઉકાભાઇ નાથાભાઇ મકવાણા, ભીમાભાઇ રામજીભાઇ રાઠોડ, જયંતીભાઇ ચંદુભાઇ સોમાણીને ઝડપી લીધા હતા. માળીયા મિયાણા પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રોકડા રૂપીયા-૫૦૩૦નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!