‘લંકેશ’ એક મહાન શિવભક્ત બ્રાહ્મણ રાજા .આપણે સૌ જાણીએ છીએ અને શાસ્ત્રો પણ કહે છે કે આ એક એવું વ્યક્તિત્વ હતું કે જેની મહાનતા નો કોઈ તોલ નથી સર્વે વિદ્યા તપ અને ભગવાન શંકર ને પણ જેની સામે પ્રસન્ન થવાની ફરજ પડી હતી બસ એ જ આ લંકેશ છે.અને ભગવાન રામ એ રાવણ ને એના કર્મ ની સજા આપી પરંતુ ભગવાન રામ એ તો ઘણા રાક્ષસો ને પણ એના કુકર્મો ની સજા આપી હતી તો આપણે એના પૂતળા દહન કેમ નથી કરતા?નહિ કરીયે કેમ કે રાવણ મહાન હતો અને સારો માણસ કોઈ એક ખરાબ કૃત્ય કરે તો એની નોંધ લેવાય છે એ આ સમાજ ની માનસિકતા છે અને ખરાબ વ્યક્તિ જો ખરાબ કામ કરે તો આપણે સૌ ‘ એ તો એવો જ છે’ એવું કહી ને છૂટી જઈએ છીએ બસ આ જ માનસિકતા બદલવાની જરૂર છે.
શાસ્ત્રો માં જણાવાયું છે કે રાવણ એ સીતાજી નું હરણ કર્યું હતું એ માટે શ્રી રામ એ રાવણ નો વધ કર્યો પરંતુ રાવણ એ સીતાની ની નજીક જવાનો પ્રયત્ન પણ નથી કર્યો અને આજે જે કાયદો છે કે મહિલા ઓ ને મહિલા જ અડકી શકે એ કાયદો રાવણ ના રાજ્ય માં હજારો વર્ષો પહેલા હતો.સ્ત્રી સમ્માન ની ખાલી વાતો કરીએ છીએ જ્યારે રાવણ ના રાજ્ય માં એ અમલ મા હતું એ પણ આપણે શાસ્ત્રો માં વાંચી શકીએ છીએ.અને જો રાવણ ને સીતાજી નું હરણ કરી ને કોઈ જ જાત ની અપેક્ષા ન હતી તો તેને અપહરણ શા માટે કર્યું હતું ? એ આપણે કોઈએ આજ સુધી વિચાર્યું ? જવાબ હશે ના કેમ કે આપણે વર્ષો થી ગાડરિયો પ્રવાહ કહેવાય એ રીતે જ ચાલતા આવ્યા છીએ.
ભગવાન શ્રી રામ તેનો વધ કરે એ જ એની ઈચ્છા હતી. એ માટે પોતે જ પોતાના વધ કરાવવા માટે સીતાજી નું હરણ કર્યું હતું.અને કોઇ વ્યક્તિ પોતે જ મહાન વ્યક્તિ ના હાથે પોતાનો વધ કરાવવા માટે જ આવું પગલું ભરે છે તો એની મહાનતા ને આપણે શું જાણી શકવાના ??
શ્રીલંકા માં આજે પણ રાવણ ને ભગવાન તરીકે પૂજવામાં આવે છે.સ્ત્રી ને તુચ્છ ગણનાર અને અજ્ઞાની માણસ આજે મહાન રાજા રાવણ ને સજા આપશે !!!!!અને રાવણ ને સળગાવવા નો શુ મતલબ છે એ પણ કોઈ જાણતું નથી .રાવણ ને તો તીર થી વધ કરવામાં આવ્યો હતો તો સળગાવવા નો શુ મતલબ? કોઈ ને કાઈ ખબર નથી .અને આપણે રાવણ ને સળગાવવા કરતા પોલીસ પંચનામાં માં સહી કરીયે અને તમે એક રાક્ષસ ને સજા અપાવવામાં મદદરૂપ થાવ તોય ઘણું છે પરંતુ ના તો દુશ્મન થાય કેમ કે એ તો જીવતો માણસ છે એ સમજે છે બોલે છે સમય મળે વિરોધ પણ કરશે અને બદલો પણ લેશે એ બીક થી આપણે એ સારૂ કાર્ય નથી કરતા .બસ સમાજ ની એક જ માનસિકતા છે કે –
‘જ્યાં વિરોધ નથી ત્યાં બીક નથી એટલે ત્યાં મોટપ કરીશું ‘
પણ હવે આ માનસિકતા માથી બહાર આવવાની જરૂર છે અને ગાડરિયો પ્રવાહ અનુસરવાનું છોડીએ અને સંપૂર્ણ જ્ઞાન સાથે કર્મ કરવાની જરૂર છે.