વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે આવેલ તળાવમાં ગામની મહિલાઓ નહાવા જતી હોવાથી જેસીબી ડ્રાઇવરને ઠપકો આપતા રોષે ભરાયેલ ડ્રાઇવરે તેના બે સાથીઓ સાથે મળી ખેત મજુર પર જીવલેણ હુમલો કર્યો હતો.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરાહી જિલ્લાનાં વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે આવેલ તળાવમાં ગામની માહિરાજો રોજ નહાવા ધોવા જતી હોવાથી ત્યાંથી હાલત પસાર થતા ટ્રકનાં ચાલકને ગામનાં હરેશ જેન્તીભાઇ સોલંકી દ્વારા થોડા દિવસો અગાઉ ઠપકો આપવામાં આવ્યો હતો. જેનું ટ્રક ચાલાકને ખોટું લાગી ગયું હતું. જે ઘટનાનો મનદુઃખ રાખી ત્રાક ચાલક બળદેવસીંહ ઉર્ફે બળુ નોંઘુભા જાડેજાએ તેના સાથીઓ દેવુભા બળદેવસીંહ જાડેજા અને માલદેવસીંહ ઉર્ફે માલુભા માધુભા સાથે મળી હરેશભાઇ ઉપર હુમલો કર્યો હતો અને કુહાડી, પાવડા અને લાકડી સાથે યુવક પર તૂટી પડ્યા હતા. જેને કારણે ફરિયાદી યુવકની સાથે રહેલ સંજયભાઇને ડાબા હાથે તથા શુબેનને માથામાં પાવડા વડે ઇજા પહોંચાડી હતી, તેમજ ફરિયાદીને ખરાબ ખરાબ ગાળો ભાંડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગેલ ફરિયાદી હરેશ જેન્તીભાઇ સોલંકીએ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.