કચ્છ, માળીયા હાઇવે પરથી ઇકો કારમાં ચોરખાનું બનાવી 84 બોટલ દારૂનો જથ્થો સંતાડી નીકળેલ બે ભેજાબાજ ઇસમને માળીયા મિયાણા પોલીસે દબોચી લીધા હતા. જેમાંથી એક આરોપી અગાઉ પ્રોહીબીસન સહિતના કેસમાં પાંચ વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાહેર થવા પામ્યું છે.
પોલીસે બાતમી આધારે કચ્છથી માળીયાને જોડતા હાઇવે પર આવેલ આરામ હોટલ નજીકથી પસાર થતી મારુતી ઇકો કારમાં ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા આરોપી ઇમરાનભાઇ કાળુભાઇ દીવાન (ઉ.વ ૩૪)રહે. ભગવતીપરા શેરી નં -૪ રાજકોટ, ઇમરાનશા કાસમશા દીવાન (ઉ.વ ૩૦) રહે. પાટડી જી. સુરેન્દ્રનગરવાળાને પોલીસે ઝડપી લીધા હતા. આ ભેજાબાજ આરોપીએ કારમાં ચોર ખાનુ બનાવી સંતાડેલા વિદેશી દારૂની મેકડોવેલ્સ ન -૧ની 84 બોટલો કિ રૂ .૩૧,૫૦૦ સહિત મારૂતી ઇકો કાર નં- GJ – 03-07-5080 કિ.રૂ .૨,૦૦,૦૦૦ એક સાદો મોબાઈલ, એક એન્ડ્રોઇડ માળીયામિયાણા પોલીસ સ્ટાફે કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી ઇમરાન દીવાન આગાઉ પાંચેક વખત પોલીસ ચોપડે ચડ્યો હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરી દરમિયાન પીએઅઆઈ એન.એચ.ચુડાસમા પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, જયપાલભાઇ લાવડીયા, ભગીરથસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, આશીષભાઇ ડાંગર સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.