Friday, December 27, 2024
HomeGujaratહળવાદ:પાણી પીવાની ના પાડતા ઉશ્કેરાયેલ બે શખ્સોએ બે ભાઈ સહિત ત્રણને ધોકા...

હળવાદ:પાણી પીવાની ના પાડતા ઉશ્કેરાયેલ બે શખ્સોએ બે ભાઈ સહિત ત્રણને ધોકા ફટકાર્યા

મરચા ફ્લોર મીલ બંધ થઈ જતા પાણી પીવા આવેલ શખ્સોને પાણી પીવાની ના પાડતા વાત વણસી

- Advertisement -
- Advertisement -

હળવદમાં આવેલ સખી મરચા ફ્લોર મીલમાં પાણી પીવાની ના પાડવા જેવી બાબતે બે શખ્સો દ્વારા બોલાચાલી કરી બે સગા ભાઈ સહિત ત્રણને ધોકા ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદમાં કૃષિ વિદ્યાલયના ઝાંપા નજીમ રહેતા આઝાદભાઈ મનસુખભાઇ બાલાસનીયા ઉવ.૨૭ એ આરોપી મહેશભાઇ મગનભાઇ પરમાર તથા આરોપી સુરેશભાઇ નરશીભાઇ પરમાર રહે.બન્ને આબેડકર કોમ્પલેક્ષ સામે હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે આઝાદભાઈના નાનાભાઇ કીશનભાઈ તથા તેના મિત્રો સખી મરચા ફ્લોર મીલમા બેન્જો વગાડતા હોય ત્યારે આરોપી મહેશભાઇ મગનભાઇ પરમાર સખી મરચા ફ્લોર મીલમા પાણી પીવા જતા ફલોરમીલ બંધ થઈ ગયી હતી, જેથી કિશનભાઈએ આરોપીને પાણી પીવાની ના પાડતા આરોપીએ કિશનભાઈ સાથે બોલાચાલી કરતા કિશનભાઈએ પોતાના ભાઈ આઝાદભાઇને ફોન કરી સમગ્ર બાબતે જાણ કરતા આરોપી મહેશભાઈને સમજાવવા આઝાદભાઈ તથા તેમનો સાળો મેહુલભાઈ સખી મરચા ફ્લોર મિલ ખાતે પહોંચ્યા હતા ત્યારે બંને આરોપીઓને સમજાવતા જે બાબતે બંને આરોપીઓને સારું નહીં લાગતા બંને આરોપીઓ દ્વારા ગાળો આપી લાકડાના ધોકા વડે ત્રણેય યુવકોને માર માર્યો હતો, જેમાં ફરિયાદી આઝાદભાઈને કપાળના ભાગે લાકડાનો ધોકો વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું જેથી દેકારો થતા આજુબાજુથી લોકો ભેગા થઈ જતા બંને આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉઓરથી નાસી ગયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલોસે બંને આઈઓપી સામે ગુનો નોંધી તેમની અટક કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!