પતંજલિ નર્સિંગ સ્કુલમાં ( A.N.M.) માં અભ્યાસ કરતી તાલીમાર્થી બહેનો દ્વારા લેમ્પ લાઈટીંગ અને શપથ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓનું પ્રેક્ટીસ કાર્ય શરુ થતું હોવાથી તે પોતાના વ્યવસાયમાં જયારે આગળ ડગ માંડી રહે છે ત્યારે તે પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી તેમજ જવાબદારીપૂર્વક તેમજ પક્ષપાત વિના બજાવશે તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. તે આગળ જઈને સમાજને ઉપયોગી બને તથા પોતાની સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલુ રાખે તેવી ભલામણ કરવામાં આવી હતી, આ પ્રસંગે નર્સિંગની બહેનો દ્વારા પ્રાર્થના કરી પોતાનું જીવન સમાજ ઉપયોગી બને અને સમાજના દરેક નાગરિક પ્રત્યે સમાન દ્રષ્ટિકોણ જળવાઈ રહે તેવો ભાવ પ્રગટ કર્યો હતો, અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મેડિકલ ઓફીસર (RBSK ) માં ફરજ બજાવતા ડૉ. ચાંદની બેન , તથા નર્સિંગ સ્કુલના ડાયરેક્ટર ડૉ.અલ્પેશ સિણોજીયાએ હાજરી આપી હતી , તેમજ નર્સિંગ સ્કુલના પ્રિન્સિપાલ શિતલ સિયાણીયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું, તેમજ ટ્યુટર તરીકે ફરજ બજાવતા મકવાણા અનિતાબેન દ્વારા તાલીમી બહેનોને પોતાની ફરજ પ્રત્યે જાગૃત કરી આર્શીવચન પાઠવવામાં આવ્યા હતા.