Thursday, December 26, 2024
HomeGujaratસુખપર ગામની ખરાબાની જમીન ગપચી જવાના ઇરાદે દબાણ કરતા શખ્સ સામે લેન્ડ...

સુખપર ગામની ખરાબાની જમીન ગપચી જવાના ઇરાદે દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો

હળવદ તાલુકાના સુખપુર ગામે રહેતા માથાભારે શખ્સે સુખપર ગામની ખરાબાની જમીન ગપચી જવાના ઇરાદે દબાણ કરતા આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે ગુન્હો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

સુખપુરના શક્તિ નગર ખાતે રહેતા જુશાભાઇ કાનભાઇ કોળીએ સુખપર ગામની ખરાબાની સર્વ નંબર ૩૫૨/પૈ. ની સરકારી જમીન ઓળવી જવાના ઇરાદે ગેર કાયદેસર કબજો કર્યો હતો. જે ની જાણ થતાં નાનજી સદામાજી ભાટી (ઉવ.૫૬ મામલતદાર) દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદને પગલે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) હેઠળ મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!