હળવદનાં સાપકડા ગામની સીમમાં આવેલ વૃદ્ધની જમીન તેના જ કૌટુંબિક ભાઈઓએ પચાવી પાડતા આધેડે પોતાની જમીન પરત માંગી હતી. જે ઈસમોને સારુ નહિ લાગતા તેઓએ વૃદ્ધ સાથે ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના સાપકડા ખાતે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા નામના વૃદ્ધની સાપકડા ગામની સીમમાં સ.નં.૭૪૫ ની જમીન હે.આર.ચો.મી. ૦-૩૨-૩૭ જમીન તથા સર્વ નં.૭૪૬ ની જમીન હે.આર.ચો.મી. ૦-૬૩-૭૪ ની ખાતા નં.૨૫ વાળી વારસાઈ જમીન આવેલ છે. જેનાં પર હરીશભાઈ દલુભાઈ ચાવડા, પ્રકાશભાઈ હરીશભાઈ ચાવડા, ભાવેશભાઈ હરીશભાઈ ચાવડા તથા દલુભાઈ ચતુરભાઈ ચાવડા (રહે તમામ સાપકડા તા.હળવદ) નામના શખ્સોએ કબ્જો જમાવી લીધો છે. અને આરોપીઓ આ જમીન મારફત ઉપજ પણ મેળવતા હોવાથી ફરિયાદી વૃદ્ધે જમીન પરત આપવાનુ કહેવા જતા આરોપીઓએ બોલાચાલી ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આ વાદગ્રસ્ત જમીનો પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.