મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી આઇસર ગાડીમાં ભુસાની આડમાં છુપાવી રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાતા વિદેશીદારૂના જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ સહિત ૩૬ લાખના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પડ્યા હતા જ્યારે આ પ્રકરણમાં બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
દારૂની હેરાફેરી માટે બુટલેગરો નિત નવા કિમીયા અજમાવતા હોય છે તેવામાં ગઈકાલે મોરબી એલસીબીએ બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વોચ ગોઠવી હતી. આ દરમીયના શંકાસ્પદ આઇસર ટ્રક અટકાવી તલાશી લેતા ટ્રકમાં ભુસાની આડમાં સંતાડેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. આથી પોલીસે આરોપી લાલુરામ વિજયરામ મીણા અને પીન્ટુભાઇ માંગીલાલ ડાંગી નામના બે રાજસ્થાની ઇસમની અટકાયત કરી છે જ્યારે મેકડોવેલ્સ -૦૧ ની ૩,૯૬૦ બોટલો કિ.રૂ. ૧૪,૮૫,૦૦૦, ઉપરાંત ૧૮૦૦ નંગ ઓલસીઝન ગોલ્ડન કિંમત ૧૦,૮૦,૦૦૦, ૧૦૮૦ બોટલ મેઝીક મુમેન્ટ વોડકાની કિ.રૂ .૪,૩૨,૦૦૦, બ્લેન્ડર પ્રાઇડની ૧૨૦ બોટલ કિ.રૂ .૧,૦૨,૦૦૦ અને એક આઇસર ૧૧૧૦ ગાડી રજી.નં. GJ-15-AT-6661 કિ.રૂ .૫,૦૦,૦૦૦ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૨ કિ.રૂ .૧૦,૦૦૦ રોકડા રૂપીયા ૮,૯૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ .૩૬,૧૭,૯૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આ પ્રકરણમાં આરોપી લોગરાજ ઉર્ફે બબ્બી અને ઇંગ્લીશ દારૂ ભરેલ ગાડી આપનાર ગોવિંદ રબારીની સંડોવણી ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.