વિગત મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાંથી અખાદ્ય ગોળનો માસ મોટો જથ્થો હોવાની માહિતી મળતા જ મોરબી પોલીસ દવારા રેડ કરવામાં આવી હતી.જેમાં આ અખાધ ગોળ દેશી દારૂ બનાવવાની પ્રવુતિ કરતા માણસોને પણ વેંચતા હોવાની માહિતી મળી હતી.
જેને પગલે મોરબી એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો .જેમાં મોરબી ના ત્રાજપર ખારી વિસ્તારમાંઆવેલ ભગવતી સેલ્સ એજન્સી ના માલીક ગોવિંદભાઈ વિશ્રરામભાઈ ગઢવી એ પોતાની દુકાનમાં અખાદ્ય ગોળનો જથ્થો રાખ્યો હતો તથા ગોવિંદભાઈના અન્ય બે સ્થળે આવેલા ગોડાઉન સ્વાગત ચેમ્બર અને શિવ શક્તિચેમ્બરમાં આવેલ ગોડાઉનમાં પણ અખાદ્ય ગોળનો જથ્થો છુપાવીને રાખ્યો હતો જે તમામ જપ્ત કરવામાં આવ્યો હતો અને કુલ મળીને કુલ ડબ્બા નંગ ૧૨૭૦ જેમાં ૩૧૭૫૦ કિલો અખફહ ગોળ કીમત રૂ,૩,૧૭,૫૦૦ સીઆરપીસી ૧૦૨ મુજબ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો .
આ રેડ દરમિયાન ભગવતી સેલ્સ એજન્સીના કાઉન્ટર પર બેઠેલ ભગીરથસિંહ જાડેજાની પોલીસે સીઆરપીસી કલમ ૪૧(૧) મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.