કોવિડ-૧૯ ની પરિસ્થિતિ અન્વયે જિલ્લાનાં નાગરિકોને કોવિડ-૧૯ પોઝિટીવ દર્દીઓને ડેઝીગ્નેટેડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર ખાતે બેડ ઉપલબ્ધી અંગેની માહિતી ફોન દ્વારા મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. જેના સંપર્ક નંબર 78599 69276, 78599 59167 છે. આ હેલ્પલાઇન આવતીકાલે સવારે ૬ વાગ્યાથી કલેકટર કચેરીનાં કંટ્રોલ રૂમ ખાતે ર૪ x ૭ કાર્યરત રહેશે. જેની મોરબી જિલ્લાનાં નાગરિકોને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.