ભારતીય કિશાન સંઘ દ્વારા દર ત્રણ(3) વર્ષે સદસ્યતા અભિયાન ચાલવા માં આવે છે જે અંતર્ગત યભારતીય કિશાન સંઘના પ્રદેશ મહામંત્રી બાબુભાઈ કે. પટેલની સાથે મળી અને મોરબી જિલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયા તેમજ તેમની ટીમ દ્વારા હળવદ તાલુકા નો પ્રવાસ કરી અને અભિયાનને વેગવંતુ બનાવવાનાં પ્રયત્નો કરીને તાલુકાના દરેક ખેડૂતોને જાગૃત કરવા માટે પણ મુલાકાત કરી હતી અને તે દરમિયાન કાવડિયા ના હનુમંત આશ્રમના સંત પ્રભુચરણ દાસ દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયાનું સાલ ઓઢળી ને સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તેવો પણ કિશાન સંઘ ના સદસ્ય બન્યા હતા.
તા.23/03/2021 ના રોજ આ અભિયાન ને વેગ આપવા માટે ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા દ્વારા બગથળા મુકામે નકલંક ધામ આશ્રમ ખાતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોરબી જિલ્લા ટીમ તેમજ દરેક તાલુકા ની ટીમ અને સંત દામજી ભગત તેમજ ઉમિયા સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ મનુભાઈ કૈલા તેમજ ખેતીવાડી અધિકારી વી.કે.ચોહાણ તેમજ ઓલ ગુજરાત સિંચાઇ મંડળીના પ્રમુખ દેવશીભાઇ સવસાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ દરેક મહાનુભવો સાથે સિદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા તથા કબીર આશ્રમના સંત શિવરામ દાસ બાપુ પણ કિશાન સંઘ ના સદસ્ય બની અને દરેક ખેડૂતો ને કિશાન સંઘના સદસ્ય અભિયાન માં જોડવા માટે આવાહન કરવામાં આવ્યું હતું.