છેલ્લા ઘણા સમયથી જયેશ પટેલે ગુજરાત પોલીસને ચેલેન્જ આપી નાસ્તો ફરતો હતો જેના પર જામનગર એલસીબી ,ATS અને ઇન્ટરપોલના સયુંકત ઓપરેશને પુર્ણવિરામ મૂકી દીધું છે : અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ
ગુજરાત પોલીસ સહિતની એજન્સીઓને છેલ્લા કેટલાક સમયથી ચકમો આપી નાસતો ફેતો કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો છે જેમાં આરોપી જયેશ પટેલની ઈન્ટરપોલે લંડનથી ધરપકડ કરી હતી આરોપી જયેશ પટેલ કિરીટ જોષી હત્યા કેસમાં પણ જયેશ ની સંડોવણી બહાર આવી હતી સાથે જ આ હત્યા કેસનાં બીજા ત્રણ આરોપીઓને પણ કોલકાતાથી પકડી પાડવામાં આવ્યા છે લંડનથી પકડાયેલો મુખ્ય આરોપી જયેશ પટેલ થોડા થોડા સમયે પોતાનું લોકેશન બદલતો હતો જેમાં આરોપી જયેશ પહેલા સાઉથ આફ્રિકા, દુબઈ, અને પછી લંડનનું લોકેશન મળ્યુ હતું જેમાં રો અને ઈન્ટરપોલની મદદથી પકડવો શક્ય હતો માટે જયેશ નાં લોકેશન તેમને શેર કરવામાં આવ્યા હતાં જેના દ્વારા લોકેશન ટ્રેસ કરી તેને લંડન થી પકડાયો છે. જયેશને તાત્કાલિક ભારત લાવવો શક્ય નહિ બને તેની ભારતીય હોવાની ઓળખ સાબીત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જયેશ વિરૂદ્ધ ક્યાં અને કેવાં ગુનાઓ છે તે બધું કોર્ટ સમક્ષ રજુ કરવું પડશે ત્યારબાદ જો કોર્ટ તે મંજૂર કરશે તો જ તેને ભારત લાવવામાં આવશે આ મામલે ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રેસ કોંફરન્સ કરી વધુ ઊંડાણપૂર્વક મી માહિતી આપશે હાલ અનેક ગુનાઓમાં સંડોવણી ધરાવતા આરોપી જયેશ પટેલ માટે ખાસ એસપી સહિતની ટિમ પણ જામનગર જીલ્લામાં મુકવામાં આવી છે ત્યારે આરોપીઓ પકડાઇ જતા પોલીસે પણ રાહતનો દમ લીધો છે.